સૂર્યવંશીનું ધમાકેદાર ટિઝરનો પહેલો વીડિયો આવ્યો સામે, તમે જોયો ?

Sharmishtha Kansagra

બોલિવૂડ ‘ખેલાડી’ અક્ષય કુમાર અને કેટરિના કૈફ સ્ટાર ફિલ્મ ‘સૂર્યવંશી’ આગામી વર્ષે 27 માર્ચે રિલીઝ થવાની છે. જ્યારે હવે આ ફિલ્મનો પહેલો વીડિયો ટીઝર સામે આવ્યો છે. જેમાં ‘સૂર્યવંશી’ અક્ષય કુમારની સાથે-સાથે ‘સિંબા’ રણવીર સિંહ અને ‘સિંઘમ’ અજય દેવગન પણ નજરે આવી રહ્યા છે.

ડિરેક્ટર રોહિત શેટ્ટીએ શનિવારે (28 ડિસેમ્બર) ફિલ્મ ‘સિમ્બા’ને એક વર્ષ પૂર્ણ થતાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અક્ષય કુમાર, રણવીર સિંહ તથા અજય દેવગન બંદૂક ચલાવતા જોવા મળ્યાં હતાં.

રોહિતે વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘સિમ્બા’ના એક વર્ષ પૂર્ણ થતાં અમે સેલિબ્રેશન કરીએ છીએ. વીડિયો જુઓ પરંતુ અંત કોઈને કહેતા નહીં. વીડિયોની શરૂઆતમાં રણવીર ‘સિમ્બા’ના અવતારમાં જોવા મળે છે. અજય દેવગન બેકગ્રાઉન્ડમાં કહે છે કે આ ઘણું જ મહત્ત્વનું છે કે ત્યાં ભયનો ડર છે. હું તને મદદ કરીશ, જેથી તેઓ (ખરાબ લોકો) પોતાનામાં ડરનો અનુભવ કરે. આ વીડિયો રિલાયન્સ એન્ટરટેન્ટમેન્ટ દ્વારા 27 ડિસેમ્બરે યૂટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેને હવે લગભગ 7 લાખથી વધુ લોકોએ જોયો છે.

આ પહેલા આ વર્ષે ઓક્ટોબરમાં આ ફિલ્મનું ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યું હતું. ફિલ્મના ફર્સ્ટ લુકમાં અક્ષય, અજય અને રણવીર એક સાથે નજરે આવી રહ્યા હતા. અક્ષય અને કેટરિનાની સાથે આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર અને સિકંદર ખેર પણ જોવા મળશે. આ ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર અને રોહિત શેટ્ટી આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.

Find Out More:

Related Articles: