‘તાન્હાજી’ના વીડિયો ક્લિપમાં મોદીને શિવાજી તરીકે દર્શાવતા વિવાદ
બોલિવૂડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ તાન્હાજી ધ અનસંગ વૉરિયર હાલ ખૂબ ચર્ચામાં છે. એવામાં એક વખત ફરી આ ફિલ્મ મૉફર્ડ વીડિયો ક્લિપ ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેનું કનેક્શન પીએમ મોદી અને અમિત શાહથી છે. આ ક્લિપને લીધે વિવાદ થતા રાજકારણ ફરી ગરમાયું છે.
સોશિયલ મીડિયા પર એક એડિટેડ વીડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. આ વીડિયો ક્લિપમાં ફિલ્મ તાન્હાજીના ચહેરાઓ પર રાજનેતાઓના ચહેરા એડિટ કરવામાં આવ્યા છે. વીડિયો ક્લિપમાં છત્રપતિ શિવાજી મહારાજના ચહેરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરા લગાવવામાં આવ્યો છે. તો તાન્હાજી માલુસરેના ચહેરા પર છત્રપતિ શિવાજી મહારાજના ચહેરા પર અમિત શાહનો ચહેરો છે. તેની સાથે જ ઉદય ભાનના ચહેરા પર દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો ચહેરો એડિટ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં શિવશેના નેતા સંજય રાઉતે તેનો વિરોધ કર્યો છે. તે આ વીડિયોને લઇને પૂછપરછ કરી રહ્યા છે. સંજય રાઉતે આકરા શબ્દોમાં કહ્યું છે કે કોઇપણ કિંમત પર છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન સહન કરવામાં આવશે નહીં. જો વાત એડિટેડ વીડિયોની કરીએ તો તાન્હાજીમાં જ્યાં હકીકતમાં કોંડાના કિલ્લાને લઇને વાત થાય છે તો મૉફર્ડ વીડિયોમાં કોંડાના કિલ્લાની જગ્યાએ દિલ્હી વિધાનસભાનો બતાવવામાં આવી રહી છે.
અજય દેવગનની ફિલ્મ તાન્હાજી ધ અનસંગ વોરિયરની તો ફિલ્મ 2020ની પહેલી હિટ ફિલ્મ સાબિત થઇ છે. ફિલ્મે અત્યાર સુધી 175.62 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મથી અજયે ફરી કમાણીમા પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.