રાતોરાત સ્ટાર બનેલી રાનુંને લઇને હિમેશે કરી દીધી વાત

Sharmishtha Kansagra

ફુટપાથ પર લતા મંગેશકરનું એક પ્યાર કા નગમા હૈ ગીત ગાઇને સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોથી ફેમસ થયેલી રાનૂ મંડલ ગત કેટલાક દિવસથી ટ્રોલ થઇ રહી છે. જોકે, તેનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમા તે તેના એક ફેનને તેની સાથે સેલ્ફી લેવાથી ઇન્કાર કરી રહી હતી. તે બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. હવે તેને ગીત ગાવાની તક આપનાર સિંગર હિમેશ રેશમિયાએ આ મામલે તેની પ્રતિક્રિયા આપી છે.

હિમેશ રેશમિયાએ કહ્યું કે જ્યારે મેં રાનૂ મંડલને બ્રેક આપ્યો તો હું ઇચ્છતો હતો કે મને લતાજી જેવો અવાજ મળે. જે તેરી મેરી કહાની સોન્ગના આલાપમાં કોન્ટેપરેરી મોર્ડન ગિટારથી મિક્સ થાય અને મને તે અવાજ મળી ગયો. જ્યારે આ ગીત હિટ થયું તો તે દરેક જગ્યાએ છવાઇ ગયા મને લાગે છે કે સેલ્ફી લેવાની ઘટના બાદ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે જે તેમણે ફેન સાથે સેલ્ફી લીધી ન હતી. મને તેની પાછળની કહાની ખબર નથી.

વધુમાં કહ્યું કે આ મામલે જવાબ આપવા માટે હું યોગ્ય વ્યક્તિ નથી. મારું માનવું છે કે રાનૂ મંડલે આ અંગે પ્રતિક્રિયા આપવી જોઇએ. જે રાનૂએ અત્યાર સુધી આપી નથી. જેથી હું તેની પર હાલ કઇ કહેવા માંગતો નથી કે તે આ મામલે શુ કહેશે. મારું માનવું છે કે જ્યારે તમને આટલું અટેન્શન મળે છે જ્યારે તમે સ્ટાર બની જાઓ છો તો તમને પ્રેમ મળવાનો શરૂ થઇ જાય છે. જેના માટે તમારે તૈયાર રહેવું જોઇએ. મારું માનવું છે કે જ્યાથી તે આવી છે હું નથી જાણતો કે તે તેના માટે તૈયાર છે કે નહીં. જોકે, તે સ્ટાર અને સેલિબ્રિટી બની ગઇ છે.

Find Out More:

Related Articles: