CAA-NRCને લઈ પરેશ રાવલનું નિવેદન, 'સાબિત કરો કે તમારો બાપ હિન્દુસ્તાનનો છે'
બોલિવૂડ કલાકાર અને ભાજપ નેતા પરેશ રાવલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ભાજપનો આ નેતા એક્ટર તરીકે પણ સફળ નિવડ્યો છે. તેમની એક્ટિંગથી લોકો ખૂબ જ પસંદ કરે છે. એ સિવાય પરેશ રાવલ કોઇપણ વાતને બેબાક રીતે લોકોની સામે રજુ કરી શકે છે. આજે દેશમાં ચોમેર CAA અને NRCને લઈ ઘમાસાણ ચાલી રહ્યું છે. એ વચ્ચે પરેશ રાવલનું આ અંગે નિવેદન સામે આવ્યું છે. પરેશ રાવલે એક Tweet કરી પોતાની વાત રજુ કરી છે.
પરેશ રાવલે કહ્યું કે, દોસ્તો તમારે તે સાબિત નથી કરવાનું કે હિન્દુસ્તાન તમારા બાપનું છે, પરંતુ તમારે એવું સાબિત કરવાનું છે કે તમારો બાપ હિન્દુસ્તાનનો છે. હવે પરેશ રાવલે આ વાત કહી પછી સોશિયલ મીડિયા પર એક નવો જ સિલસિલો શરૂ થયો છે. વિવાદ થવાની પણ પુરી શક્યતા સેવવામાં આવી રહી છે. પરેશ રાવલનાં આ ટ્વીટ પર લોકો તરફથી પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. CAAને લઇને હાત ધમાસાણ ચાલી જ રહ્યુ છે ત્યા પરેશ રાવલની આ Tweetથી રાજકારણ વધારે ગરમાયું છે. જેને લઇ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તો આ તરફ બીજી પણ એક વાત છે કે, આજે જ નસીરુદ્દીન શાહ, મીરા નાયર, ગાયક ટી.એમ.કૃષ્ણા જેવા એક બે નહીં પણ 300થી વધુ હસ્તીઓ આ CAA અને NRCનો વિરોધ કરતા વિદ્યાર્થીઓના નામે એક ખુલ્લો પત્ર જાહેર કર્યો છે.