અમિતાભ બચ્ચનની વધુ એક સિદ્ધી, ચાહકોએ કર્યો શુભકામનાનો વરસાદ

Sharmishtha Kansagra

અમિતાભ બચ્ચન બોલિવૂડના દિગ્ગજ કલાકાર છે. બિગબી ફિલ્મોમાં હોય કે પછી સોશિયલ મીડિયા પર તેમનો દબદબો રહે છે. સોશિયલ મીડિયા પર તેમની દરેક પોસ્ટ પર ફેન ફોલોઈંગની સંખ્યા રાત્રે ન વધે તેવી દિવસે વધે છે. હાલમાં જ અમિતાભ બચ્ચનના ટ્વિટર પર 40 મિલિયન એટલે કે 4 કરોડ ફોલોઅર્સ બની ગયા છે. સોશિયલ મીડિયા પર આ સફળતા માટે પ્રશંસકો ભર પેટ પ્રશંસા કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન પર પ્રશંસાઓનો વરસાદ થઈ રહ્યો છે.

પ્રશંસકો ખાસ અંદાજમાં 40 મિલિયન ફોલોઅર્સ બનાવવા બદલ પોતપોતાની રીતે પ્રશંસા કરી રહ્યા છે. હાલમાં અમિતાભ બચ્ચનના ટ્વિટર એકાઉન્ટ પર 40,002,202 લોકો ફોલો કરતા હતા. તેમના ફોલોઅર્સંમાં સામાન્ય માણસથી લઈને મોટા મોટા સુપરસ્ટાર અને નેતાઓનો પણ સમાવેશ થાય છે. અમિતાભ હંમેશા પોતાના ટ્વીટર અકાઉન્ટ પર તસવીરો કવિતાઓ શેર કરી લોકો સાથે જોડાયેલા રહે છે. આ સિવાય ઇન્સ્ટાગ્રામ પર અમિતાભ બચ્ચનના 14.2 મિલિયન ફોલોઅર્સ છે.

અમિતાભ બચ્ચન પછી બોલિવુડના કિંગખાન શાહરૂખ ખાન પાસે 39.8 મિલિયન ફોલોઅર્સ છે. અમિતાભ બચ્ચન થોડા સમયમાં ચેહરે, ગુલાબો સિતાબો, બ્રહ્માસ્ત્ર અને ઝુંડમાં નજર આવશે. ઝુંડનું ટીઝર સામે આવી ચુક્યુ છે.

આ ફિલ્મમાં અમિતાભ એક ફુટબોલ કોચની ભૂમિકામાં નજર આવશે, જે ગરીબ બાળકો માટે પ્રેરિત એક ફુટબોલ ટીમની શરૂઆત કરે છે. આ ફિલ્મનું નિર્દેશન મરાઠી ફિલ્મકાર નાગરાજ મંજુલે કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ નાગપુરમાં થયુ છે. સોમવારે અમિતાભની ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયુ છે. પોસ્ટરમાં એક વસ્તી દેખાય છે જેમાં બીગબી ઉભા છે.

Find Out More:

Related Articles: