સલમાન ખાને દેખાડી દરિયાદીલી પુરમાં તણાયેલ આખા ગામને લીધું દતક

Sharmishtha Kansagra

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આમ તો કોઈ દુર્ઘટના હોય એટલે આગળ આવીને મદદ કરવા માટે જાણીતો છે. હાલમાં જ તેની આ દરિયાદીલી ફરી એકવાર જોવા મળી છે. તેણે એક ગામને ગોદ લેવાનું નક્કી કર્યું છે. એવું ગામ કે જે પૂરના કારણે અસરગ્રસ્ત થયું છે. કોલ્હાપુર જિલ્લાના આ ગામનું નામ ખિદરાપુર છે. 2019માં આ ગામમાં ભયંકર પૂર આવ્યું હતું. આ ગામને સલમાને એક ફાઉન્ડેશન સાથે મળીને દત્તક લીધું છે. જેના કારણે આખો દેશ સલમાનના વખાણ કરી રહ્યો છે.

 

 

આ ગામ માટે સલમાન ખાન અને એલાન ફાઉન્ડેશને મળીને લોકો માટે ઘરની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. આ પહેલા સલમાને પૂર પીડિતો માટે સોશિયલ મીડિયામાં પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેને એવું લાગે છે કે, ઘર એ લોકોની સામાન્ય જરૂરિયાત છે અને તે આ બાબતે બધાને મદદ કરવા માગે છે. તો આ તરફ એલાન ફાઉન્ડેશનના નિર્દેશક રવિ કપૂરે કહ્યું હતું કે, આ નેક કામ માટે અમને સલમાનનો સાથ મળ્યો એ અમારા માટે ખુશીની વાત છે.

 

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન આ પહેલા પણ ઘણાને મદદ કરી ચૂક્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને પણ તેની મદદ આપી છે. પ્રિતી જનતાને પણ એક વખત ફિલ્મ પ્રોડ્યુસ કરવા સમયે પૈસાની તંગી હતી અને સલમાન આગળ આવ્યો હતો.

Find Out More:

Related Articles: