‘તાન્હાજી’ અને ‘છપાક’ ફિલ્મ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટસ્ટાર પર રિલીઝ થઇ

Sharmishtha Kansagra

અજય દેવગણ સ્ટારર ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મ અને દીપિકા પાદુકોણ સ્ટારર છપાક ફિલ્મ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હોટસ્ટાર પર રિલીઝ થઇ છે. આ બંને ફિલ્મ એકસાથે થિયેટરમાં 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ હતી. ‘તાન્હાજી’ ફિલ્મે 278.47 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું જ્યારે ‘છપાક’ ફિલ્મે 34.08 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મ અજયની 100મી ફિલ્મ હતી જેમાં કાજોલ, સૈફ અલી ખાન સામેલ હતા. ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી હતી. જ્યારે ‘છપાક’ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની સ્ટોરી પર આધારિત હતી. આ ફિલ્મને દીપિકાએ પ્રોડ્યૂસ પણ કરી હતી. રાઝી ફેમ ડિરેક્ટર મેઘના ગુલઝાર ફિલ્મના ડિરેક્ટર હતા.

અજય દેવગણની આગામી ફિલ્મ્સ ‘મૈદાન’, ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ વગેરે છે. દીપિકાની અપકમિંગ ફિલ્મ ડિરેક્ટર કબીર ખાનની 83 છે જેમાં તે રણવીર સિંહ સાથે દેખાશે. વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મમાં તે કપિલ દેવની પત્ની રોમી દેવના રોલમાં છે.

ઉલ્લેખનિય છેકે તાનાજી બાદ  અજય દેવગણની આગામી ફિલ્મ્સ ‘મૈદાન’, ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ વગેરે છે. દીપિકાની અપકમિંગ ફિલ્મ ડિરેક્ટર કબીર ખાનની 83 છે જેમાં તે રણવીર સિંહ સાથે દેખાશે. વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મમાં તે કપિલ દેવની પત્ની રોમી દેવના રોલમાં છે. જોઇએ કે દર્શકોને આ ફિલ્મો કેટલી પસંદ આવે છે. 

Find Out More:

Related Articles: