આ પ્રોડયુસરે કર્યુ અનેક મહિલાઓ સાથે દુષ્કર્મ, કોર્ટે ફટકારી 23 વર્ષની સજા
હોલીવુડના નિર્માતા હાર્વે વિસ્ટીનને બુધવારે દુષ્કર્મ અને જાતીય સતામણીના કેસમાં 23 વર્ષની સજા સંભળાવી હતી. રિપોર્ટ મુજબ વિસ્ટીન ગયા મહિને સજા ફટકાર્યા બાદ કસ્ટડીમાં હતો તે વ્હીલ-ચેર પર કોર્ટમાં પહોંચ્યા હતા. 25 ફેબ્રુઆરીએ હોલિવૂડની સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાંની એક વિસ્ટીનને જાતીય સતામણીના કેસમાં ન્યૂયોર્કની જ્યુરીએ દોષી ઠેરવ્યો હતો.
હાર્વે પર ક્રિમિનલ જાતીય અધિનિયમ અને દુષ્કર્મનો આરોપ મૂકાયો હતો, જેમાં તે દોષી સાબિત થયો હતો. પાંચ મહિલાઓ અને સાત પુરુષોની જ્યુરી, પાંચ દિવસ સુધી વિચાર-વિમર્શ કર્યા પછી, હાર્વેને થર્ડ ડિગ્રી બળાત્કાર અને ફર્સ્ટ-ડિગ્રી ગુનાહિત જાતીય પ્રવૃત્તિ માટે દોષી ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે 80 થી વધુ મહિલાઓએ હાર્વે વિસ્ટીન પર આરોપ લગાવ્યો હતો.
હાર્વે પર 80 થી વધુ મહિલાઓ પર યૌન શોષણનો આરોપ હતો. આમાં તેની ભૂતપૂર્વ સહયોગી મીમી હેલી અને હોલીવુડની અભિનેત્રી જેસિકા માનનો સમાવેશ થાય છે. જો કે, તેમને આવા કેટલાક કેસોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જેનાથી આજીવન કેદ થઈ શકે છે. તેને 2013 માં ન્યૂયોર્કની એક હોટલમાં મહિલા પર દુષ્કર્મ કરવા મામલે પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જ્યારે ગયા મહિને હોલીવુડના નિર્માતાને દોષી ઠેરવવામાં આવ્યા હતા, ત્યારે હોલીવુડની ઘણી અભિનેત્રીઓએ ટ્વિટર દ્વારા ખુશી વ્યક્ત કરી હતી. તે દરમિયાન એશલી જુડ ટુ રીસ વિથરપૂન અને પદ્મ લક્ષ્મીએ હાર્વેની સજા પર ખુશી વ્યક્ત કરી હતી.