અમિતાભ બચ્ચનનું ટ્વિટર વોર, ચીનના રાષ્ટ્રપતિની આ રીતે ઉડાવી મજાક

frame અમિતાભ બચ્ચનનું ટ્વિટર વોર, ચીનના રાષ્ટ્રપતિની આ રીતે ઉડાવી મજાક

Sharmishtha Kansagra

બોલિવૂડના બીગબીએ ટ્વિટર પર એક પછી એક પોસ્ટ શેર કરી તહેલકો મચાવ્યો છે. અમિતાભ જૂની યાદોને તાજી કરી પરિવાર સાથે રહી લોકડાઉનમાં પ્રશંસકો સાથે સોશિયલ મીડિયા પર જોડાયેલ રહે છે. હાલમાં મહાનાયકે એક પોસ્ટ શેર કરી હતી જેને લઈ સોશિયલ મીડિયા આનંદ માણી રહ્યું છે.

 

અમિતાભે તેના નવા ટ્વીટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અંગે જોક કર્યો છે. તેમણે લક્યું કે મારા દોસ્ત મને આ મજેદાર મેસેજ મળ્યો છે, ગિનીઝ બુક શી જિનપિંગને એવોર્ડ આપશે કેમકે તેણે ચીનની અત્યાર સુધીની સૌથી વધુ ચાલે તેવી પ્રોડક્ટ બનાવી છે. અમિતાભે કરેલી આ ટ્વીટથી પ્રશંસકો મજા લઈ રહ્યા છે અને રી ટ્વીટ કરી ભરપુર આનંદ માણી રહ્યા છે.

 

બીગબીએ સાથે જ  સ્માર્ટ ફોન અને લેન્ડલાઇન ફોન અંગે પણ જણાવ્યુ. જુના સમયને યાદ કરીને બચ્ચને લખ્યુ કે એ વારંવાર આંગળીઓ ફેરવીને નંબર ઘુમાવવો એક અલગ જ મજા હતી તેની. આ એ લોકોને ખબર હશે જેમના ઘરે લેન્ડલાઇન હતો. એ લેન્ડલાઈન ખરીદવો એ સમયે ખુબજ મુશ્કેલ હતો અને શાન ગણાતી કે આપણે ત્યાં તો ફોન છે. સાથે સાથે એ પણ કહ્યું કે તેમના પિતા હરિવંશ રાય બચ્ચન ક્યારે ફોન કરે એ વાતની તેમને રાહ રહેતી.

Find Out More:

Related Articles:

Unable to Load More