બૉલિવૂડ અભિનેતા ઇરફાન ખાનનું કોલોન ચેપના કારણે નિધન

Sharmishtha Kansagra

બૉલિવૂડ અભિનેતા ઇરફાન ખાનનું કોલોન ચેપના કારણે નિધન થયું છે. કેન્સરની જંગ સામે આ અભિનેતા હારી ગયા અને હવે આપણી વચ્ચે આ દુનિયામાં નથી રહ્યા. બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનની તબિયત અચાનક બગડી જવાના કારણે તેમને હૉસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતાં. ઇરફાન ખાનને મુંબઈ સ્થિતિ કોકિલા બેન હૉસ્પિટલનાં આઈસીયૂમાં ભર્તી કરવામાં આવ્યા હતાં. તાજેતરમાં જ ઇરફાન ખાનની માતા સઈદા બેગમનું નિધન થયું હતુ. તે સમયે એવા સમાચાર હતા કે એક્ટરે વિડીયો કોન્ફરન્સ દ્વારા માના અંતિમ દર્શન કર્યા હતા. 

 

પ્રતિભાશાળી અભિનેતા ઇરફાન ખાનને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચારથી ચાહકો ચોંકી ગયા હતા. અભિનેતા કોલોન ચેપને કારણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલના આઈસીયુમાં દાખલ હતા. ઇરફાન ખાનના પ્રવક્તાએ તેની પુષ્ટિ કરી હતી. 

 

જાણો શું હોય છે કોલન ઇન્ફેક્શન

કેટલીકવાર અતિશય આહાર અથવા અકાળે ખાવું પેટમાં ચેપનું કારણ બને છે. ફૂડ પોઇઝનિંગ પણ પેટમાં ચેપનું એક કારણ છે. ફૂડ પોઇઝનિંગમાં, ઝેરી પદાર્થો ખોરાક દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરે છે અને તમે બીમાર થશો. જો તમને કોઈ વસ્તુથી એલર્જી હોય તો, તે તમારા પેટમાં ચેપનું પણ એક મુખ્ય કારણ બની શકે છે.

Find Out More:

Related Articles: