![રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા ગુજરાત આવી હતી પ્રચાર માટે](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/movies/movies_latestnews/dipika-chikhaliya-come-in-gujrat-for-marketing-of-bjpdcf9ce97-0368-4022-b515-59a3fe330191-415x250.jpg)
રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા ગુજરાત આવી હતી પ્રચાર માટે
રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં સીતાનો રોલ કરનાર અભિનેત્રી દીપિકા ચિખલીયા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. તે અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેમાંથી ઘણી તસવીરો જૂની પણ હોય છે. હવે દિપીકાએ પોતાની એક એવી તસવીર શેર કરી છે કે જેમાં તે ચૂંટણીનો પ્રચાર કરતી જોવા મળી રહી છે.
દીપિકાની આ તસવીર ત્યારની છે કે જ્યારે તેણે ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. 90ના દશકામાં ગુજરાતના વડોદરામાં તેણે ચૂંટણી લડી હતી. ત્યારે દીપિકા પ્રચાર કરવા ઉતરી હતી. ટ્વીટર પર ફોટો શેર કરીને પ્રધાનમંત્રી મોદી, પીએમઓ ઈન્ડિયા અને બીજેપી દિલ્હીને પણ ટેગ કરી હતી.
ફોટો શેર કરીને દીપિકાએ લખ્યું હતું કે, ચૂંટણી અને પ્રચારના મારા દિવસો. ફોટોમાં દીપિકા સફેદ અને પીળા રંગની સાડી પહેરીને જોવા મળી રહી છે. તે માઈક લઈને ચૂંટણીનો પ્રચાર કરી રહી છે.