નવાઝુદ્દીન સિદ્દીકીને પરિવાર સાથે 14 દિવસ કરવામાં આવ્યો હોમ કવોરોંટીન
જાણીતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી તેમના પરિવારની સાથે મુંબઇથી મુજફ્ફરનગર પહોંચી ગયા છે. તે મુંબઇથી મુજફ્ફનગર પહોંચતા જ આખા પરિવારની સાથે ક્વોરન્ટાઇવન થઇ ગયા છે. જાણકારી મળી છે કે તેમની માતાની તબિયત ખરાબ હોવાથી તેના બુઢાના સ્થિત તેમના ઘરે પહોંચ્યા છે.
હકીકતમાં, નવાઝુદ્દીન સિદ્દીકીના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, તેની માતા બીમાર હતી, ત્યારબાદ તે તરત જ તેના પરિવારના પૂર્વજોના ઘરે જવા માટે રવાના થઈ ગયા. તે 12 મેના રોજ પોતાની માતા, ભાઈ અને ભાભી સાથે મુંબઇથી નીકળ્યા હતા. આ ઉપરાંત એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે મહારાષ્ટ્ર સરકારનો પરવાનગી પત્ર લીધા બાદ તે ખાનગી વાહનથી માર્ગ દ્વારા ઘરે પરત આવ્યા છે. માતાનીતબિયત લથડતા તેને ટ્રાવેલ પાસ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત થર્મલ સ્કેનીંગ જેવી જરૂરી સાવચેતી પણ તેમને રસ્તામાં રોકીને લેવામાં આવી હતી. ઘરે પહોંચતાં તેણે પોતાની જાતને અને આસપાસના લોકોને બચાવવા સાવચેતી રાખવી પણ શરૂ કરી દીધી છે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને પોલીસે મેડિકલ રિપોર્ટ પણ બતાવવો પડ્યો હતો. આ સિવાય તેઓ ઘરે પહોંચ્યા ત્યારે સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગે પણ બધાની તપાસ કર્યા બાદ તેમને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં કરવામાં આવ્યા છે.