સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો આ ખુલાસો

frame સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો આ ખુલાસો

Sharmishtha Kansagra

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું રવિવારે અવસાન થયું છે. રાત્રે સુશાંતસિંહ રાજપૂતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું છે. જેમા ગળે ફાંસી લગાવવાના કારણે મોત નીપજ્યું છે. કેટલાક અંગના નમૂનાઓ કાલીના ફોરેન્સિક લેબને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સુશાંતનો મૃતદેહ હજી પણ મરદા ઘરમાં છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત રવિવારે મુંબઇના બાંદ્રા સ્થિત તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે, જો કે, આ પાછળનું કારણ જાણી શકાયું નથી. સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને રાજકીય કોરિડોર સુધી શોકનું મોજુ છે.

 

કહેવામાં આવી રહ્યું છે કે  સુશાંત સિંહ રાજપુતે મુંબઈ ખાતેના પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.  અને ઘરમાં કામ કરતા વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. પશ્ચિમ પ્રદેશના પોલીસ કમિશનર મનોજ શર્માએ ગઈકાલે આ અંગે જણાવ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતે બાંદ્રા સ્થિત તેમના નિવાસ સ્થાને આત્મહત્યા કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

સુશાંતસિંહ રાજપૂતનાં નિધન પર વડાપ્રધાન માદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. ‘પીએમ મોદીએ ટ્વિટ કર્યું-‘ સુશાંત સિંહ રાજપૂત … એક પ્રતિભાશાળી યુવાન અભિનેતા ખૂબ જલ્દીથી વિદાય થયો. તેમની અભિનયથી ઘણા લોકોને પ્રેરણા મળી. તેણે ઘણી યાદગાર પર્ફોમન્સ પાછળ છોડી દીધી. તેના મૃત્યુ પર આઘાત લાગ્યો. તેના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના. ઓમ શાંતિ 

Find Out More:

Related Articles:

Unable to Load More