નેપાળમાં મૂશળધાર વરસાદ, અનેક વિસ્તારો જળમગ્ન
પૂરના કારણે મુખ્ય રસ્તાઓ સહિત અનેક રસ્તાઓ પ્રભાવિત થયા છે. જેના કારણે 6,000થી વધારે લોકો પાણીના કારણે પ્રભાવિત થયા છે અને અનેક ઘરમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે. સ્થાનિક પોલીસે આ પરિસ્થિતિ અંગે જણાવ્યું છે કે લલિતપુર, કાવરે, કોટંગ,ભોજપુર અને મકનપુર સહિતના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વિકટ છે. સ્થાનિક વરિષ્ઠ અધિકારઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિની ગંભરતાને જોતા બચાવ અભિયાનને વધારે ઝડપી કરી દેવામાં આવ્યું છે.
નેપાળના ઇમર્જન્સી કાર્યસંચાલન કેન્દ્રના પ્રમુખે જણાવ્યું હતું કે દેશમાં 200થી વધારે જગ્યાઓને વરસાદ પ્રભાવિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં બચાવ, રાહત કાર્યોને ઝડપથી કરવામાં આવી રહ્યાં છે. નેપાળની રાજધાની કાઠમાંડૂના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે અનેક મકાનની દિવાલો તૂટી પડી હતી. નેપાળના વડાપ્રધાને પણ ટ્વિટ કરીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.