કરતારપૂર કોરીડૉર પર ભારત-પાકિસ્તાનની બેઠક
વાઘાબોર્ડર પહોંચેલા પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉક્ટર મહોમ્મદ ફૈઝલે જણાવ્યું હતું કે પાકિસ્તાન કરતારપુર કોરીડૉર શરૂ કરવા માટે કટીબદ્ધ છે અને આ મામલે સંપૂર્ણ સહયોગ કરશે. ગુરુદ્વારાનું 70 ટકા કામ પૂર્ણ થઇ ચુક્યું છે અને આશા રાખીએ છીએ કે મુદ્દે ભારત સાથે રચનાત્મક વાતચીત થતી રહેશે. તો આ તરફ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ચર્ચામાં ભારત ઝીરો પોઇન્ટ કનેક્ટિવિટી, સુરક્ષા અને શ્રદ્ધાળુઓની સંખ્યા અંગે ચર્ચા કરશે. આ અંગે ભારતના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આપણે પણ આ કોરિડોર અંગે પ્રતિબદ્ધ છે અને ઝડપથી પૂર્ણ કરવા માંગે છે. ભારત તરફથી આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે મીડિયામાં એવી ચર્ચા હતી કે ભારત નિર્માણકાર્યમાં પાછળ જઇ રહ્યું છે.