સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે નાગાલેન્ડ પોલીસનો વીડિયો

frame સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે નાગાલેન્ડ પોલીસનો વીડિયો

Narayana Molleti
આજકાલ સોશિયલ મીડિયા પર નાગાલેન્ડ પોલીસનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં નાગાલેન્ડ પોલીસના જવાન અનોખી પરેડ કરી રહ્યાં છે. આ પરેડ એટલા માટે વાઇરલ થઇ રહી છે કેમકે તે કોઇ અનોખા મ્યુઝીક પર નહીં પણ મહોમ્મદ રફીનાના ગીત પર થઇ હતી. તમને જાણીને નવાઇ લાગશે પણ હા આ વાત તદ્દન સાચી છે. નાગાલેન્ડ પોલીસના આ જવાનો ફિલ્મ હમજોલીના 'ઢલ ગયા દિન હો ગઇ શામ' ગીત પર કદમતાલ કરતા જોવા મળ્યા હતાં. સૌથી રોચક વાત એ છે કે આ વીડિયોમાં પરેડ દરમ્યાન એક ઓફિસર ગીત ગાઇ રહ્યાં છે કે ઢલ ગયા દિન હો ગઇ શામ જાના હૈ જાને દો અને પછી જવાનને પાછળ વળવા માટે કહી રહ્યાં છે કે આગે જાકે ક્યા કરોગે પીછે મુડ. 


જવાનોની આ પ્રેક્ટીસ જોઇને અનેક લોકો દંગ થયા હતા અને આ વીડિયો સતત સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં હતાં. બોલિવૂડના બીગબી એટલે કે અમિતાભ બચ્ચને પણ આ વીડિયો શેર કર્યો હતો અને જવાનોના ભારોભાર વખાણ કર્યા હતાં.



Find Out More:

Related Articles:

Unable to Load More