આંતરરાષ્ટ્રીય કોર્ટે આજે ભારતીય કારોબારી કુલભૂષણ જાદવ પર ચુકાદો આપતાં પાકિસ્તાનને ફટકાર લગાવી છે. ICJએ કુલભૂષણની ફાંસી પર રોક લગાવી છે અને પાકિસ્તાનને આ મુદ્દે ફરીથી વિચાર કરવા માટે જણાવ્યું છે. આ સાથે કોર્ટે પાક.ને વિયના કન્વેંશનના ઉલ્લંઘન કરનાર ગણાવ્યું હતું. આતંરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ યાદવને કાઉંન્સિલર એક્સેસ આપવા માટેની વાત કરી છે. કાઉંન્સિલર એક્સેસ અંતર્ગત વિદેશી નાગરિકને પોતાના દેશના દૂતાવાસ અને અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવા માટેની પરવાનગી આપવામાં આવે છે. જો કે પાકિસ્તાને કુલભૂષણને આ સુવિધા પણ આપી નથી.
ઉલ્લેખનીય છે કે કુલભૂષણ જાધવ પાકિસ્તાનની જેલમાં બંધ છે અને પાક.ની સૈન્ય અદાલત કોર્ટે ફાંસની સજા સંભળાવી હતી. જેની સામે ભારતે 2017માં આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતાં. આથી કોર્ટે હવે કુલભૂષણ જાદવના કેસમાં ફાંસી પર રોકલગાવી દીધી છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના 16માંથી 15 જજે ભારતના પક્ષમાં પોતાનો મત આપ્યો જ્યારે એક જજે પાકિસ્તાનના પક્ષમાં પોતાનો નિર્ણય આપ્યો હતો. જેના કારણે આ મુદ્દે ફરી વખત સુનવણી કરવામાં આવશે.