'જો વીરસાવરકર પહેલા વડાપ્રધાન હોત તો ના થયો હોત પાકિસ્તાનનો જન્મ'

Hareesh
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે જો વીર સાવરકર ભારતના પહેલા વડાપ્રધાન હોત તો પાકિસ્તાનનો જન્મ જ ન થયો હોત. આ સાથે જ ઠાકરેએ વીર સાવરકર માટે દેશના સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્નની પણ માંગણી કરી છે.  

મુંબઇમાં 'સાવરકર: ઇકોઝ ફ્રૉન એ ફૉરગોટન પાસ્ટ' નામની આત્મકથાના વિમોચન સમયે ઠાકરેએ કહ્યું હતું કે 'સાવરકરને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવે. અમે ગાંધી અને નહેરુએ કરેલા કામને નકારી રહ્યાં નથી પણ આ દેશ એ બે પરિવારોથી પણ વધારે પરિવારોને રાજનિતીક પરિદ્રશ્ય પર જોયા છે.' આ સાથે જ ઠાકરેએ સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી છે. પોતાના ભાષણમાં ઠાકરેએ એવો પણ ઉલ્લેખ કર્યો કે તેમને નહેરુને વીર કહેવામાં કોઇ વાંધો નથી પણ જો નહેરુ સાવરકરની જેમ 14 મીનિટ પણ જેલમાં રહ્યાં હોત. સાવરકર 14 વર્ષ સુધી જેલમાં રહ્યાં હતાં.                                                                                                                                                                                                                                                                                                                                                                                       






Find Out More:

Related Articles: