યોગી સરકારે ત્રણ તલાક પીડિતાઓ માટે લીધો મહત્વનો નિર્ણય
ઉત્તર પ્રદેશ સરકારે ત્રણ તલાક પીડિતાઓને આવતા મહિને એટલે કે આવતા વર્ષે પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ પીડિતાઓને રૂ. છ હજારનું વાર્ષિક પેન્શન આપવાની યોજના છે. સરકારે આ પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે, જેને આગામી કેબિનેટ બેઠકમાં રજૂ કરાશે.
આ જોગવાઈમાં પીડિતા માટે લાભ મેળવવાની કોઈ મહત્તમ મર્યાદા નથી રખાઈ. પ્રાથમિક જાણકારી પ્રમાણે, એફઆઈઆર કે ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ જ તેનો આધાર રહેશે. આ માટે સરકારે ઉત્તર પ્રદેશની ત્રણ તલાક પીડિત પાંચ હજાર મહિલાની ઓળખ કરી છે. પહેલા તબક્કામાં તે મહિલાઓને લાભ અપાશે.
માહિતી મુજબ કેસની એફઆઈઆર અથવા ફેમિલી કૉર્ટમાં ભરણ-પોષણનો કેસ જે મહિલાનો ચાલતો હશે તેને જ આ યોજનાનનો લાભ મળી શકશે. આ માટે સરકારે પ્રદેશની ત્રણ તલાકથી પીડિત 5 હજાર મહિલાઓની ઓળખ કરી છે. પહેલા ચરણમાં આ મહિલાઓને લાભ આપવામાં આવશે. ત્રણ તલાકને અપરાધ જાહેર કર્યા બાદ સીએમ યોગી આદિત્ય નાથે પીડિત મહિલાઓને મદદની જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતુ કે જે મહિલાઓનાં પતિઓએ તેમને છોડી દીધી છે, તેમે દર વર્ષે 6 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી સરકાર આ રકમ આપશે.
યોગીએ વધુમા કહ્યુ હતું કે એક લગ્ન કરીને બીજી પત્ની રાખનારા હિંદુ પતિઓ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. ત્રણ તલાક મામલે સીએમ યોગીએ કહ્યું હતુ કે, “યૂપીમાં છેલ્લા એક વર્ષમાં 273 કેસ સામે આવ્યા હતા. અમે તમામમાં એફઆઈઆર કરાવી છે.