ઝારખંડના CM તરીકે બીજી વખત સપથ લીધા હેમંત સોરેને, આ દિગજ્જોએ આપી હાજરી

ઝારખંડમાં રવિવારના રોજ હેમંત સોરોને રાજ્યના નવા cm તરીકે શપથ લીધા. હેમંત સોરેને રાંચીના મોરહાબાદી મેદાનમાં રાજ્યપાલ દ્રોપદી મુર્મુએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. હેમંત સોરેન સિવાય કોંગ્રેસ અને આરજેડીના પણ ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડીની ગઠબંધન સરકારના મુખિયા બનેલા હેમંત સોરોને ઝારખંડના 11મા સીએમ બન્યા છે.

સોરેન ઝારખંડ મુક્તિ મોર્ચા(ઝામુમો)ના કાર્યકારી અધ્યક્ષ  હેમંત સોરેનની સાથે કોંગ્રેસ ધારાસભ્ય દળ નેતા આલમગીર આલમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ એ મંત્રી પદના શપથ લીધા. આ પહેલા હેમંતે જુલાઈ 2013માં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જેએમએમ-રાજદ-કોંગ્રેસની સાથે મળીને તેમણે 1 વર્ષ 5 મહીના અને 15 દિવસ સુધી સરકાર ચલાવી હતી. 

હેમંત સોરેનની સપથ વીધિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, પૂર્વ રાજ્યસભા સાંસદ શરદ યાદવ, રાજ્યસભા સાંસદ સંજય સિંહ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, સુબોધ કાંત સહાય, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સહિતના મોટા નેતા હાજર રહ્યા. આ સિવાય ડીએમકેના નેતા એમકે સ્ટાલિન, જેએમએમ નેતા અને હેમંત સોરેનના પિતા શિબુ સોરેન, પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ, એનસીપી નેતા સુપ્રિયા સુલે અને પ્રદેશના પૂર્વ સીએમ રઘુબર દાસ પણ મંચ પર હાજર રહ્યા.

હેમંત સોરેનનો પરિવાર પણ સમારંભમાં પહોંચ્યો. મંચ પર હેમંતના પિતા શિબૂ સોરેન અને માં રૂપી સોરેન હાજર રહ્યાં. તેમની પત્ની સહિત પરિવારના બાકીના સભ્યો પણ સમારંભમાં હાજર રહ્યાં હતા.

Find Out More:

Related Articles: