JNU ઘટનાની સરખામણી CM ઉદ્ધવ ઠાકરેએ આ ઘટના સાથે કરી, આતંકવાદનો થઇ રહ્યો છે ફેલાવો

મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU) હિંસાની સરખામણી 26/11ના મુંબઈ હુમલા સાથે કરી છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, ગઈ કાલે રવિવારે જે કંઈ પણ થયું તેને આપણે 26/11 બાદ જોઈ રહ્યાં છીએ. નકાબ બાંધીને કોણ યૂનિવર્સિટીમાં ઘુસ્યુ હતું તે જાહેર થવુ જોઈએ જેથી સૌને ખબર પડે. 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, દેશના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. આપણે સૌકોઈએ સાથે આવવાની જરૂર છે અને વિદ્યાર્થીઓમાં વિશ્વાસ ઉભો કરવાની જરૂર છે. ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ પરના ભયાનકા આતંકી હુમલાની સરખામણી ગઈ કાલે જેએનયૂમાં થયેલી મારપીટ સાથે કરી દીધી હતી. 

મહારાષ્ટ્રના પીડબ્લ્યૂડી મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવાણે કહ્યું છે કે, 26/11ના રોજ જે થયું હતું તે આતંકવાદ હતો જ્યારે જેએનયૂમાં જે થયું તે આતંકવાદ ઉભો કરવાનો પ્રયાસ હતો. 26/11ના આતંકવાદીઓ બહારથી આવ્યા હતાં અને ગઈ કાલના અહીંના જ રહેવાસીઓ હતા અને આતંકવાદ ફેલાવી રહ્યાં છે.

જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટીમાં રવિવારે સાંજે હિંસાત્મક ઘટના ઘટી હતી. જેએનયૂ વિદ્યાર્થી સંઘનો દાવો છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ હિંસાને અંજામ આપ્યો હતો, તો એબીવીપી આ ઘટના માટે લેફ્ટ વિંગ પર આરોપ લગાવી રહ્યું છે. આ હિંસામાં વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઈશી ઘોષ સહિત અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં. જેએનયૂમાં ફી વધારાને લઈને લાંબા સમય સુધી પ્રદર્શનો ચાલી રહ્યાં છે.

Find Out More:

Related Articles: