મોદી સરકારે વિપક્ષને ધ્વસ્ત કરવા લીધો મહત્વનો નિર્ણય, આ મંત્રીઓને કાશ્મીરમાં ઉતારશે

જમ્મુ કાશ્મીરમાં 370 નાબુદ થયા પછી મોદી સરકારે લીધેલ નિયમોને લીધે ત્યાની પ્રજા ખુશખુશાલ છે. કેન્દ્ર સરકારનાં 36 મંત્રી 18થી 25 જાન્યુઆરી સુધી જમ્મુ અને કાશ્મીરનો પ્રવાસ કરશે. આ મંત્રી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીર માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓ અને કાર્યક્રમોને સામાન્ય લોકો સુધી પહોંચાડશે. મંત્રી ખીણની સ્થિતિ વિશે પણ માહિતી લેશે. કેન્દ્ર સરકારનાં મંત્રી જમ્મુ-કાશ્મીરમાં લોકોને એ કાર્યક્રમોની જાણકારી આપશે જે સરકારે 5 ઑગષ્ટનાં કલમ 370ને નાબુદ કર્યા બાદ શરૂ કર્યા છે.


કેન્દ્ર સરાકરનો આ નિર્ણય વિરોધ પક્ષનાં કલમ 370ની વિરુદ્ધ ચાલી રહેલા પ્રચાર પર પોતાનો પક્ષ રાખવા માટે છે. કેન્દ્ર સરકાર કાશ્મીર પર આપવામાં આવેલા નિવેદનોને ફગાવશે, સાથે જ એ પણ જણાવશે કે કાશ્મીરથી કલમ 370 હટાવવાનો નિર્ણય સ્થાનિક નિવાસીઓનાં હિતમાં છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પક્ષનો એક મોટો ભાગ એ કહી રહ્યો છે કે કલમ 370 હટાવવામાં આવ્યા બાદ અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા બાદ સ્થાનિક લોકોની જમીનો છીનવી લેવામાં આવશે. સાથે જ લોકોનો રોજગાર પણ છીનવી લેવામાં આવશે. આ અફવાઓની વિરુદ્ધ કેન્દ્ર સરકાર 370 હટાવવાનાં ફાયદા લોકોને જણાવશે. કેન્દ્ર સરકારનાં મંત્રી અને બીજેપીનાં નેતા કાશ્મીરનાં લોકોને જણાવશે કે કાશ્મીરનાં લોકો માટે કલમ 370 વિકાસમાં અવરોધરક હતી. કલમ 370 અને 35-A હટાવવાથી કાશ્મીરનાં લોકોને કેન્દ્ર સરકારની યોજનાઓનો સીધો લાભ મળશે, જે યોજનાઓનો લાભ વિશેષ જોગવાઈઓનાં કારણે કાશ્મીરનાં લોકો નહોતા લઇ શકતા.

Find Out More:

Related Articles: