નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આઝાદી પછીનું સૌથી મોટુ બજેટ પ્રસ્તુત કરી રચ્યો ઇતિહાસ
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારના રોજ ઇતિહાસ રચી દીધો છે. નિર્મલા સીતારમણનું બજેટ 2020નું ભાષણ સ્વતંત્રી ભારતના ઇતિહાસનું સૌથી લાંબુ ભાષણ બની ગયું. સીતારમણે પોતાનું ભાષણ 11 લાગ્યે શરૂ કર્યુ અને તે 1 લાગીને 40 મિનિટ સુધી ચાલ્યુ એટલે કે 2 કલાક 40 મિનિટ સુધી નાણા મંત્રી ભાષણ આપતા રહ્યા.
લગભગ પોણા ત્રણ કલાક સુધી ચાલેલા બજેટ ભાષણમાં ગળું ખરાબ હોવાના કારણે નાણા મંત્રી નિર્મલા સીતારમણ છેલ્લા બે-ત્રણ પેજ વાંચી શક્યા નહી અને તેમણે લોકસભા અધ્યક્ષની અનુમતિથી તેને વાચેલ માની સદનમાં પલટીને મૂકી દીધુ.
2019માં પણ દેશના પ્રથમ મહિલા નાણા મંત્રી સીતારમણે લાંબૂ બજેટ ભાષણ વાંચ્યુ હતું જે 2 કલાક 17 મિનિટ સુધી ચાલ્યુ હતું. આ પહેલા આ રેકોર્ડ જસવંત સિંહના નામે છે. તેમણે 2003માં 2 કલાક 15 મિનિટ સુધી ભાષણ વાંચ્યુ હતું. 2019માં નિર્મલાજીના ભાષણમાં ઉર્દૂ, હિંદી અને તમિલ દોહા સામેલ હતા. આ વખતે પણ નિર્મલા સીતારમણે આ પરંપરાને જાળવી રાખી અને કાશ્મીરના કવિ પંડીત દીનાનાથ કૌલ નદીમની કાશ્મીરી ભાષામાં લખેલ કવિતા વાંચી. પંડીત દીનાનાથ કૌલ નદીમ સાહિત્ય એકેડમી પુરસ્કાર વિજેતા છે.
કાશ્મીરી કવિતાને વાંચ્યા બાદ તેમણે તેનું અનુવાદ હિંદીમાં કર્યું.
“હમારા વતન ખિલતા હૈ શાલીમાર બાગ જૈસા, હમારા વતન ડાલ ઝીલ મેં ખિલતા હુઆ કમલ જૈશા. નૌજવાનો કા ગર્મ ખૂન જૈસા, મેરા વતન, તેરા વતન, હમારા વતન, દુનિયા કા સબસે પ્યારા વતન.”