પીએમ નરેન્દ્ર મોદી આજે અસમમાં કોરરાઝારની લેશે મુલાકાત, બોડો કરાર પર કરશે હસ્તાક્ષર

વડાપ્રધાન મોદી આજે અસમમાં કોરરાઝારની મુલાકાત લેશે જ્યાં તેઓ બોડો કરાર પર હસ્તાક્ષર થવાનો જશ્ન મનાવા માટે આયોજીત એક કાર્યક્રમમાં સામેલ થશે. આ અવસર પર મોદી બોડો સમજૂતી અંગે લોકોને સંબોધન આપશે. કોકરાઝારમાં લોકોએ પોતાની ખુશી વ્યકત કરતાં ગુરૂવારના રોજ રસ્તા અને શેરીઓમાં માટીના દીવડા પ્રગટાવ્યા. ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયને કોકરાઝારમાં બાઇક રેલી પર યોજી હતી. પીએમના સ્વાગતની જોરદાર તૈયારીઓ કરાઇ છે. 

બોડો શાંતિ કરારના સ્વાગતમાં અસમના કોકરાઝાર જિલ્લામાં લોકોએ લાખો દીવડા પ્રગટાવી ખુશી વ્યકત કરી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
જાપાનની મુલાકાત રદ્દ કરવી અને 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભા ચૂંટણી છતાંય 7 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીએ અસમ આવવા પર સોનોવાલે કહ્યું કે અમસના લોકોએ તેમને 7મી ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં આવવાનું આમંત્રણ આપ્યું. અસમના લોકો માટે શાંતિ સમજૂતી બહુ મોટી વાત છે. પીએમને આમંત્રણ આપવાનો અમારો પોતાનો નિર્ણય હતો. તેનો રાજનીતિ સાથે કોઇ લેવાદેવા નથી. પીએમ પૂર્વોત્તરના લોકોનો અવાજ અને જરૂરિયાત સમજે છે.

અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું કે શાંતિ સમજૂતીને અમલમાં લાવવા માટે પીએમ મોદી અને ગૃહમંત્રીનો આભાર છે. આ પગલું ભરીને મોદીએ પૂર્વોત્તરનું ઉત્થાન કર્યું છે.  ચાસ વર્ષથી વિભિન્ન સરકારો અસમમાં રાજ કરતી રહી પરંતુ કોઇએ પણ આ પગલુંભર્યું નહીં જે હવે ભરાયું. આ ઐતિહાસિક ક્ષણ છે. જો પૂર્વોત્તર વિકાસ કરશે તો આખો દેશ વિકાસ કરશે.

Find Out More:

Related Articles: