A.R. રહેમાનની દીકરીના બુરખા પર સોશિયલ મીડિયામાં રહેમાન થયો ટ્રોલ

frame A.R. રહેમાનની દીકરીના બુરખા પર સોશિયલ મીડિયામાં રહેમાન થયો ટ્રોલ

એ આર રહેમાનની દીકરીને ગયા વર્ષે હિજાબ પહેરવા માટે ટ્રોલ થવું પડ્યું હતું. આ વખતે ઓથર તસ્લીમા નસરીને તેના પર નિશાન સાધ્યું છે. નસરીનનું કહેવું છે કે, એ આર રહેમાનની દીકરીને જોઈને તેના શ્વાસ રુંધાવા લાગ્યા છે. તેણે પોતાની વાત રાખવા માટે એક ટ્વીટ પણ કર્યું કે, મને એ આર રહેમાનનું મ્યૂઝિક ખુબ પસંદ છે. પરંતુ જ્યારે પણ હું તેની દીકરીને જોઉ છું તો મારા શ્વાસ રુંધાઈ છે. આ જાણવું ખુબ જ જરૂરી છે કે, કલ્ચર પરિવારમાં એક ભણેલી ગણેલી છોકરી કેવી રીતે આસાનીથી બ્રેનવોશ થઈ શકે છે.


ઉલ્લેખનીય છે કે, સ્લમડોગ મિલિયનેરના 10 વર્ષ પુરા થવા પર એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એ આર રહેમાનની દીકરી ખતીજા પણ સામેલ થઈ હતી. તે આ વખતે સાડી સાતે બુરખો પણ પહેરીને આવી હતી. જ્યારે ઈવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ત્યારે લોકોએ એ આર રહેમાનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપ એવો લગાવવામાં આવ્યો કે એ આર રહેમાન પોતાની દીકરીને જબરદસ્તી બુરખો પહેરાવે છે.

 

તો આ તરફ એ આર રહેમાને ટ્રોલરોને જવાબ આપવા માટે પોતાની દીકરીઓની એક બીજી તસવીર પણ શેર કરી છે અને આ તસવીર એવો ઈશારો કરી રહી છે કે બુરખો પહેરવો તે તેની પોતાની મરજીની વાત છે. ત્યારે ખતીજાએ પણ ફેસબુક પર પોસ્ટ લખી હતી કે, તે એક સમજદાર અને એડલ્ટ છે. તેને તેના જીવનના નિર્ણય લેતા આવડે છે. કોઈ જાણ્યા વગર પોતાની રાય ન આપે.

Find Out More:

Related Articles:

Unable to Load More