દિલ્હી હિંસા: રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સની ઓળખ થઇ, વધુ તપાસ ચાલું
દિલ્હીના મૌજપુરમાં સોમવારના રોજ 8 રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સની ઓળખ થઇ ગઇ છે. આરોપીનું નામ શાહરૂખ છે અને તે સ્થાનિક રહેવાસી છે. મૌજપુરમાં CAAના સમર્થકો અને વિરોધીઓની વચ્ચે હિંસા ભડકી હતી. આ દરમ્યાન એક વીડિયો પણ સામે આવ્યો જેમાં એક છોકરાના હાથમાં તમંચો લઇને ફાયરિંગ કરતો દેખાયો. ફાયરિંગ મૌજપુરથી ઝાફરાબાદ વાળા રસ્તા પર કરાયું.
મૌજપુર નહેર રોડ પર શેઠ ભગવાન દાસ સ્કૂલની સામે ઉપદ્રવીઓએ દુકાનોમાં આગ લગાવી દીધી. દુકાનોમાં આગ લગાવ્યા બાદ ભીડ ઝાફરાબાદની તરફથી ઘોડાચોક જે મૌજપુર ચોકથી નજીક જ આવેલ છે ત્યાં ઉપદ્રવીઓ આગળ વધવા લાગ્યા. બંને બાજુથી પથ્થરમારો થવા લાગ્યો. પોલીસવાળાઓએ ઉપદ્રવીઓને સમજાવાની કોશિષ કરી. આ દરમ્યાન એક યુવકે બંદૂક કાઢી. એક પોલીસકર્મીએ તેને રોકવાની કોશિષ કરી પરંતુ તે થોભ્યો નહીં.
ઉપદ્રવી અંદાજે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને જતો રહ્યો. આ યુવક દિવાલની આડમાં ફાયરિંગ કરતો જોવા મળ્યો. પોલીસે ત્યારબાદ તેને કસ્ટડીમાં લઇ લીધો છે. તેની ઓળખ ઝાફરાબાદમાં રહેતા શાહરૂખ તરીકે થઇ છે. પોલીસ તેની પૂછપરચ્છ કરી રહ્યું છે.
આ સમગ્ર મામલો સોમવાર બપોરે 3.30 વાગ્યાની આસપાસનો છે. ઝાફરાબાદની તરફથી ભીડ ઘોંડા ચોકની તરફ પથ્થરમારો કરતાં આગળ વધવા લાગી. તેની પાછળ કેટલીય ગાડીઓને ફૂંકી દીધી હતી. પોલીસ ભીડને રોકવા માટે આગળ વધ્યું તો એક યુવક બંદૂક દેખાડતા આગળ આવવા લાગ્યો. પોલીસકર્મીએ હિંમત કરી તેને રોકવાની કોશિષ કરી છતાં તે સતત ફાયરિંગ કરવા લાગ્યો.