મધ્યપ્રદેશમાં આજે ફ્લોર ટેસ્ટ સાબીત ન થાય તો રાષ્ટ્રપતિ શાસન

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના 22 વિધાનસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિમાં પળેપળે બદલાઈ રહી છે. સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા માટે રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથને જણાવ્યું હોવા છતાં કમલનાથે ફ્લોર ટેસ્ટ કરાવ્યો નહોતો. રાજ્યપાલ 36 પાનાના અભિભાષણની સાથે સવારે 11 વાગ્યે વિધાનસભામાં પહોંચ્યા હતા પણ માત્ર એક મિનિટનું વાંચન કર્યા બાદ સલાહ આપતા હોય તેમ લોકતાંત્રિક મૂલ્યોને જાળવવાની વાત કહી હતી અને વિધાનસભામાંથી પ્રસ્થાન કર્યું હતું. ત્યાર બાદ આશરે 11.10 વાગ્યે કોરોના વાઇરસના ચેપનો મુદ્દો આગળ કરીને સ્પીકરે વિધાનસભાના સત્રને 26 માર્ચ સુધી સ્થગિત કરી દીધું હતું. એ સમયે લાગતું હતું કે કમલનાથ સરકાર પરનું ગ્રહણ ટળી ગયું છે. જોકે બપોરે ભાજપના 106 વિધાનસભ્યોની રાજભવનમાં પરેડ બાદ રાજ્યપાલ ટંડને સાંજે 6 વાગ્યે મુખ્ય પ્રધાન કમલનાથને પત્ર લખીને મંગળવારે 17 માર્ચે બહુમતી સાબિત કરવા માટે કહ્યં છે. 

 

સોમવારે સવારે 11 વાગ્યે વિધાનસભાના સત્રનો આરંભ રાજ્યપાલ લાલજી ટંડનના  અભિભાષણથી શરૂ થયો હતો. જોકે તેમણે એક જ મિનિટનું  અભિભાષણ વાંચ્યું હશે ત્યારે વિપક્ષો દ્વારા વારંવાર આપત્તિ ઊભી  કરાઈ હતી. ભાજપના નેતા ડો. નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે  રાજ્યપાલ એવી સરકારનું અભિભાષણ વાંચે છે જે અલ્પમતમાં છે.  ત્યારે રાજ્યપાલે અપીલ કરી હતી કે તેઓ  નિયમોનું પાલન કરે અને શાંતિ જાળવે. આ અપીલ બાદ રાજ્યપાલ  વિધાનસભાના સ્પીકર એમ.પી. પ્રજાપતિ સાથે સદનની બહાર જતા  રહ્યા હતા. સદનને 26 માર્ચ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

 

 

Find Out More:

Related Articles: