ગુજરાતમાં ક્લોઝડાઉનને કારણે શાળા-કોલેજના વિદ્યાર્થી માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં ક્લોઝડાઉનને કારણે ગુજરાતમાં શાળા-કોલેજની સાથે છાત્રાલયો પણ બંધ રાખવામાં આવ્યા છે. તેવામાં સરકારે છાત્રાલયમાં રહેતાં વિદ્યાર્થીઓ માટે મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. ક્લોઝડાઉનને કારણે છાત્રાલય છોડીને વિદ્યાર્થીઓને ઘરે જવા માટે મજબૂર થવું પડ્યું હતું. જેને લઈને સરકારે આ તમામ વિદ્યાર્થીઓને નાણાકીય સહાય કરવાનો નિર્ણય કર્યો છે. સહાય ચૂકવણીથી સરકારને 50 કરોડ રૂપિયાનો બોજ પડશે.

 

કોરોના વાયરસના કહેરને કારણે સમગ્ર ગુજરાત ઠપ્પ થઈ ગયું છે. શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો કોલેજની પણ પરીક્ષાઓ પાછી ઠેલવવામાં આવી છે. તેવામાં સરકારી છાત્રાલયોમાં રહેતાં વિદ્યાર્થીઓને પણ સંક્રમણ ન લાગે તે માટે સરકારે છાત્રાલયો ખાલી કરાવવાનો આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છેકે હવે ક્લોઝડાઉનને કારણે ઘરે જવા માટે મજબૂર બનેલાં છાત્રાલયનાં 3.25 લાખ વિદ્યાર્થીઓને સરકારે આર્થિક સહાય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Find Out More:

Related Articles: