દુનિયા આખીમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ શરીરમાં આ રીતે કરે છે કબજો
દુનિયા આખીમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ એટલે કે SARS-Cov-2 શ્વાસ વતી શરીરમાં પ્રવેશે છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ નજીકમાં આવીને છીંક કે ઉધરસ ખાય તો આસપાસમાં હાજર રહેલા લોકોના શ્વાસ વાટે તે વાયરસ ફેલાય છે. તે ઉપરાંત જ્યાં કોરોના વાયરસ છે તે વસ્તુઓ, દિવાલોને સ્પર્ષ કરવાથી વાયરસના સંપર્કમાં આવે છે અને તે ઝપટમાં લે છે. સંક્રમણવાળી જગ્યાએ અડ્યા બાદ તે હાથ પોતાના ચહેરાને સ્પર્ષો છો તો પણ વાયરસનો ચેપ ફેલાય છે. જોકે હેંડ સેનેટાઈઝર કે વારંવાર હાથ ધોવાથી તેનું સંક્રમણ ફેલાતુ નથી.
કોરોના વાયરસ એટલે કે SARS-Cov-2 શ્વાસ વતી શરીરમાં પ્રવેશે છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ નજીકમાં આવીને છીંક કે ઉધરસ ખાય તો આસપાસમાં હાજર રહેલા લોકોના શ્વાસ વાટે તે વાયરસ ફેલાય છે.
કોરોના વાયરસનો પહેલો ટાર્ગેટ વ્યક્તિના ગળાની કોશિકાઓ અને ફેફસા હોય છે અને સંક્રમણ બાદ આ ભાગ ‘કોરોના વાયરસની ફેક્ટરી’માં ફેરવાઈ જાય છે. આ સંક્રમિતોની કોશિકાઓથી વધારે વાયરસ ફેલાય છે જે વ્યક્તિના શરીરની વધારે કોશિકાઓને ચેપ લગાવવાનું શરૂ કરી દે છે. આ ઈનક્યૂબેશન પીરિયડની શરૂઆત છે, જે દરમિયાન દર્દીને પોતાને પણ ખબર નથી હોતી કે તે બિમાર છે.
આ વાયરસ વિરૂદ્ધ લડવા માટે આપણી ઈમ્યૂન સિસ્ટમ સંપૂર્ણ તાકાત લગાવી દે છે. તેમ છતા જો વાયરસનું પલ્લ્લુ ભારે રહે તો શરીરનું તાપમાન વધી જાય છે. એટલે કે તાવ વધી જાય છે. જો ફેફસામાં બળતારા થાય તો તે ન્યૂમોનિયાનું સ્વરૂપ ધારણ કરી લે છે.