આ રાજ્યના એકસાથે અનેક ડોક્ટરોએ આપ્યું રાજીનામું, કારણ છે રસપ્રદ

મધ્ય પ્રદેશનાં ગ્વાલિયર જિલ્લામાં એક સાથે 50 ડૉક્ટરોએ રાજીનામું આપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાનાં કારણે આ લોકોએ રાજીનામું આપી દીધું છે. આ સાથે જ સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. જો કે રાજ્યમાં એસ્મા લાગુ છે. આ લાગુ થયા બાદ જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો પાછા ના હટી શકે. અધિકારીઓનું કહેવું છે કે આ લોકોએ પહેલાથી જ રાજીનામું આપી દીધું હતુ.

 

માહિતી મુજબ ગજરાજા મેડિકલ કૉલેજનાં 114 લોકોની કોન્ટ્રાક્ટ બેઝ્ડ નિયુક્તિ હતી, જેમાં 92 લોકો જ જોઇન કર્યા. કોન્ટ્રાક્ટ નિયુક્તિ આ ડૉક્ટરોની ડ્યૂટી સુપર સ્પેશલિટી અને આઇસોલેશન વૉર્ડમાં લગાવવામાં આવી હતી. 50 ડૉક્ટરો રાજીનામા આપીને ચાલ્યા ગયા છે. કોન્ટ્રાક્ટ પર નિયુક્ત 42 ડૉક્ટરો જ અહીં બચ્યા છે. આવામાં આવનારા દિવસોમાં દર્દીઓની મુશ્કેલી વધી શકે છે.

 

રાજીનામું આપનારા ડૉક્ટરોએ કહ્યું કે પહેલા તે લોકોએ કોરોના ડ્યૂટી માટે સ્વીકૃતિ આપી હતી. બાદમાં આદેશ આવ્યો કે જેમની ઇચ્છા છે તેઓ કોરોના ડ્યૂટી કરે અથવા અલગ થઈ જાય. ત્યારબાદ અમે લોકોએ રાજીનામું આપી દીધું. ડૉક્ટરોએ એ પણ કહ્યું કે, જો અમે કોરોના સંક્રમિતોની સારવાર કરીશું તો તેની અસર અમારા પરિવાર પર પડશે.

 
 

Find Out More:

Related Articles: