સુરતમાં કોરોના પોઝીટીવ દર્દીઓને મળશે 5 સ્ટાર હોટલમાંથી ભોજન

સુરતમાં કોરોનાના દર્દીઓને એક સામાન્ય વ્યક્તિને જમવા ન મળે તેવી હાઈફાઈ હોટલ એટલે કે 5 સ્ટાર હોટલમાંથી સારું ભોજન મળશે. સુરતમાં કોરોનાના દર્દીઓને હવેથી 5 સ્ટાર હોટલમાંથી ભોજન મળશે. સુરતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સારા જમવાની વ્યવસ્થા ઓફિસર જિમખાના, MLA હર્ષ સંઘવીએ કરી છે. શંકાસ્પદ દર્દીને લક્ષ્મીનાથ સેવા સમિતિ દ્વારા સારું ભોજન આપવામાં આવશે. તમને જણાવીએ કે, સિવિલમાં અગાઉ ભોજનને લઈ અનેક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે સુરતમાં આ કદમ સૌથી મોટું છે.

                                                                                     

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં આજથી કોરોના પોઝિટિવ દર્દીને 5 સ્ટાર હોટલમાંથી ભોજન મળશે. સુરત સિવિલમાં દાખલ તમામ પોઝિટિવ કેસને હોટલ મેરિયટમાંથી ભોજન મોકલાશે. ઓફિસર જિમખાના અને ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે શંકાસ્પદ દર્દીઓને શ્રીલક્ષ્મીનાથ સેવા સમિતિ દ્વારા ભોજન પૂરું પાડશે.

                                           

સુરતમાં કોરોનાના દર્દીઓને સારા ભોજન માટેની વ્યવસ્થા આયોજન અશોક મહેતા અને અનિલ બગદાણાવાળા દ્વારા કરવામાં આવી છે. સુરતમાં સિવિલમાં અગાઉ ભોજનને લઇને દર્દીઓએ અનેક ફરિયાદ સામે આવી રહી હતી. જેના કારણે આખા રાજ્યમાં સૌથી મોટી સુવિધા દર્દીઓને આપવામાં આવી છે.

Find Out More:

Related Articles: