ટ્ર્મ્પ પ્રશાસને કોરોનાના કહેર વચ્ચે અમેરિકામાં ઈમિગ્રેશન પર લગાવી રોક
કોરોના વાયરસથી અમેરિકામાં મૃતાંક 40,000ને પાર કરી ગયો છે. પણ હજી સુધી તે નિયંત્રણમાં આવ્યો નથી. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના વડાપ્રધાને ફરી એકવાર અમેરિકા ફર્સ્ટની નીતિ આગળ ધરી છે. ટ્ર્મ્પ પ્રશાસને કોરોનાના આકરા કહેર વચ્ચે પણ અમેરિકામાં ઈમિગ્રેશન પર રોક લગાવી દીધી છે. ટ્રમ્પે આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે, નહી દેખાતા દુશ્મન એટલે કે કોરોના વાયરસના આક્રમણ અને અમેરિકાના લોકોની નોકરીઓ બચાવવા માટે અમેરિકામાં ઈમિગ્રેશનને હંગામી ધોરણે બંધ કરવામાં આવે છે. આ માટેના ઓર્ડર પર હું સહી કરી રહ્યો છું.
ટ્રમ્પના નિવેદનનો અર્થ પ્રમાણે હવે જ્યાં સુધી આ મામલે કોઈ નવી જાહેરાત સુધી હવે બહારના લોકોને અમેરિકામાં નોકરી માટે એન્ટ્રી નહી મળે. ટ્રમ્પના વલણને જોતા હવે H1B વિઝા પર પણ અંકુશ મુકાય તો નવાઈ નહી હોય. આ વિઝા કેટેગરીનો મહત્તમ લાભ ભારતીયોને મળતો હોય છે.
જાહેર છે કે, કોરોના વાયરસના કારણે અનેક અમેરિકનોએ મોતથી હાથ ધોયા છે. ઉદ્યોગ-ધંધા ઠપ હોવાના કારણે હવે બેરોજગારીનું સંકટ ઉભુ થવાની શક્યતા છે. મોટી સંખ્યામાં અમેરિકાનો નોકરી પણ ગુમાવી રહ્યા છે. ગયા સપ્તાહમાં 2.2 કરોડ નાગરિકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી હતી. જેથી અમેરિકનોને નોકરી મળી રહે તે માટે ટ્રમ્પે ઈમિગ્રેશન રોકવાનો નિર્ણય લીધો છે. જે ભારતીયો માટે આંચકારૂપ સાબિત થઈ શકે છે.