આગની જેમ વધી રહેલ કોરોના વાયરસના કેસ વચ્ચે આવ્યા રાહતના સમાચાર

વડોદરામાં કોરોના અસરગ્રસ્ત નાગરવાડાનાં 45 કોરોનાગ્રસ્ત દર્દીઓએ કોરોનાને માત આપી છે. કોરોનાનાં કેરને માત આપનારા 45 વ્યક્તિઓને આજે આજવા રોડ સ્થિત કોવિડ કેર સેન્ટરમાંથી એક સાથે રજા આપવામાં આવશે. વડોદરાનાં પ્રભારી સચિવ વિનોદ રાવે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, કોરોના મુક્ત થયેલા દર્દીઓએ પ્લાઝમાં ડોનર બનવા માટે તૈયારી દર્શાવી છે. તમામ 45 કોરોનામાંથી સ્વસ્થ થયેલા 45 દર્દીઓનું તબીબ દ્વારા કાઉન્સિંલિગ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને રજા આપવામાં આવશે.

 

કોરોનાનાં કેરને માત આપનારા 45 વ્યક્તિઓને આજવા રોડ સ્થિત કોવિડ કેર સેન્ટરમાંથી રજા આપવામાં આવશે. સવારે 10.30 કલાકે બરોડા મુસ્લિમ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા સાજા થેયલા દર્દીઓનું કાઉન્સેલિંગ કરશે. માર્ગદર્શન આપશે કે તેમને આવતા દિવસોમાં કઈ રીતે પોતે પોતાની દિનચર્યા રાખવી તે અંગે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવશે. તમામને પાલઝમાં ડોનર તરીકે પ્રેરિત કરશે. સાથે તેમની ડૉક્ટરોની ટિમ તથા ઈબ્રાહીમ બાવાણીના ટ્રસ્ટીઓ અને તમામ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

 

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જીલ્લામાં અત્યાર સુધી કુલ 207 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. શહેર જિલ્લામાં 10 કોરોના દર્દીઓનાં મૃત્યુ નિપજ્યા છે. 8 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલ 189 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ હતા. આજે 45 દર્દીઓને રજા આપવામાં આવતાં હવે કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 144 અને કોરોનાને માત આપી સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા 53 પર પહોંચશે

Find Out More:

Related Articles: