લો બોલો!! પાન મસાલાની હેરા ફેરી કરતો ટેમ્પો ઝડપાયો, મુદ્દામાલ જપ્ત

frame લો બોલો!! પાન મસાલાની હેરા ફેરી કરતો ટેમ્પો ઝડપાયો, મુદ્દામાલ જપ્ત

ગુજરાતમાં હાલ કોરોનાના કારણે લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. લોકડાઉન પહેલાં ગુજરાતમાં દારૂની હેરાફેરી થતી હતી. પણ લોકડાઉનને કારણે પાન મસાલાના ગલ્લાઓ બંધ થઈ જતાં હવે તમાકુ અને પાન મસાલાની હેરાફેરી શરૂ થઈ ગઈ છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં ટ્રકમાં ડુંગળીની નીચે તમાકુ અને પાન મસાલા લઈ જવામાં આવતા હતા. જેનો પર્દાફાશ પોલીસે કર્યો હતો. અને આ મામલે એક આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રાજકોટ અમદાવાદ હાઇવે પર ચોટીલાથી નજીક આવેલાં મઘરિખડા ગામ પાસે ડુંગળી ભરેલાં આઇસરમા ડુંગળીની નીચે બોક્ષ નજર આવતાં ચોટીલા પોલીસ દ્વારા ચેંકિગ હાથ ધરતાં તેમા માલિકચંદ નામના પાન મસાલા અને તમાકુની પડી જોવા મળેલ હતી.

ચોટીલા પોલીસે હાલ ટેમ્પોની સાથે મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Find Out More:

Related Articles:

Unable to Load More