લોક ડાઉન ખોલવા માટે મોદીએ મંત્રીઓ સાથે કરી ચર્ચા

કોરોના સંકટ અને લોકડાઉનને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક થઈ. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રેલ મંત્રી પીયૂષ ગોયલ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ, સીડીએસ જનરલ બિપિન રાવત સહિત અનેક ઑફિસરો હાજર રહ્યા. કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં લોકડાઉનનાં બીજા તબક્કાની સમીક્ષા કરવામાં આવી. સૂત્રો પ્રમાણે આ બેઠકમાં 3 મે બાદની સરકારની રણનીતિ અને 4 મેથી શું શું છૂટ આપવામાં આવી શકે છે તેના પર ચર્ચા કરવામાં આવી.

 

માન્યતા પ્રમાણે આગામી એક-બે દિવસમાં ગૃહ મંત્રાલયની નવી ગાઇડલાઇન જાહેર થઈ શકે છે, જેમાં કયા ઝોનમાં શું છૂટ આપવામાં આવશે તેનું વિવરણ હશે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનનો બીજો તબક્કો 3 મેનાં રોજ ખત્મ થઈ રહ્યો છે અને દેશમાં કોરોનાનાં દર્દીઓનો આંકડો 35 હજારની પાર પહોંચી ગયો છે. આવામાં સરકારની સામે મોટો પડકાર સંક્રમણને રોકવાનો છે.

 

કોરોનાને પહોંચી વળવા માટે રણનીતિમાં થોડોક બદલાવ કરવામાં આવ્યો છે. લોકડાઉનનું લોક ખોલવા માટે આખા દેશને પહેલા ત્રણ ઝોનમાં વહેંચવામાં આવી ચુક્યો છે, પરંતુ હવે ઝોનનાં માપદંડ બદલાઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયએ 3 મે બાદ કયા જિલ્લા રેડ ઝોનમાં છે, કયા ગ્રી ઝોનમાં તેની યાદી નવા માપદંડોનાં આધારે જાહેર કરી છે.

Find Out More:

Related Articles: