કાળમુખો શુક્રવાર: પાટા પર સૂતેલા મજૂરો પર ફરી વળી માલગાડી, 15ના મોત

frame કાળમુખો શુક્રવાર: પાટા પર સૂતેલા મજૂરો પર ફરી વળી માલગાડી, 15ના મોત

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પાટા પર સૂતેલા પ્રવાસી મજૂરોની ઉપરથી માલગાડી પસાર થતાં 15 લોકોના મોત થયા છે. મૃતકોમાં મજૂરોના બાળકો પણ સામેલ છે. ઘટના વહેલી સવારે કરમાડ પોલીસ સ્ટેશન અંતર્ગત બની છે. અકસ્માત બાદ ટ્રેક પર મજૂરોના મૃતદેહોની સાથે રોટલીઓ પણ વિખેરાયેલી છે જે તેમણે ખાવા માટે પોતાની પાસે રાખી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઔરંગાબાદમાં રેલવે અકસ્માત પર દુ:ખ વ્યકત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે ઔરંગાબાદમાં થયેલા રેલવે અકસ્માતમાં જેમના મૃત્યુ થયા છે તેનાથી ખૂબ દુ:ખ પહોંચ્યું છે. પીએમ મોદીએ આ અકસ્માત અંગે રેલવે મંત્રી પિયૂષ ગોયેલ સાથે વાત કરી અને સ્થિતિ અંગે ભાળ મેળવવાનું કહ્યું છે.

 

કહેવાય છે કે પ્રવાસી મજૂર રેલવેના પાટા પર સૂઇ ગયા અને અચાનક તેમની ઉપરથી મલગાડી પસાર થઇ ગઇ. ઉંઘમાં હોવાના લીધે કોઇને કંઇ ખબર જ ના પડી. ઘટના સવારે 6 વાગ્યાની છે. 

Find Out More:

Related Articles:

Unable to Load More