કેરીના રસિકોને આ વર્ષે કેરી લાગશે ખાટી, જાણો કારણ

કોરોના મહામારીને કારણે લોકડાઉનને લઇને પરિવહન વ્યવસ્થાના અનેક અંતરાય હોય નવસારી એ.પી.એમ.સી. બજારમાં સિઝનમાં હજુ સુધી કહેવાતી પ્રખ્યાત કેરીનું આગમન ધીમી ગતિએ ચાલું થયું છે. સ્થાનિક બજારમાં વલસાડી, આફૂસ, કેસર, લંગડો અને બદામ કેરીઓનું ઊંચું માર્કેટ જોવા મળે છે, પણ સંજોગો ધ્યાને લેતા હજુ સુધી પૂરતા પ્રમાણમાં જથ્થો ઠલવાયો નથી. જેથી આ વર્ષે કેરીના રસિકોને આ વર્ષે કેરીનો રસ ફિક્કો પડશે. 

 

એપીએમસીમાં તા. 21-4-2020થી 13-5-2020 સુધીમાં 26692 મણ કેરીનું આગમન થયું છે અને ભાવ વધુ 1850ની સપાટી ત્યારે ન્યૂનતમ ભાવ 500 રૂપિયા રહેવા પામ્યો છે. આમ કેરીના ભાવ સામાન્ય 750-450ની વચ્ચે રહે છે. પણ લોકડાઉનના કારણે ભાવ હાલ આસમાને છે. જાણકારોના પ્રમાણે મે મહિનાના અંતમાં ભાવ ઓછો થવાની સંભાવના છે.

 

આફૂસ કેરી એટલે કેરીના ભાવ 1400 જેટલો રહ્યો છે, ત્યારે રાજાપુરીનો ભાવ 410 અને લંગડો 1050નો હાલનો ભાવ એ.પી.એમ.સી. માર્કેટનો છે. ત્યારે દશેરી કેરી નવસારીમાં પ્રખ્યાત કેરી છે, તેનો ભાવ 1005નો છે. ત્યારે નવસારી એ.પી.એમ.સી. માર્કેટમાં કેસર કેરીનો જથ્થો 26692 મણ, આફૂસ 754 મણ, રાજાપુરી 610 મણ, લંગડો-દશેરી 2616 મણ આવક થઇ છે. હજુ 13 દિવસમાં કેરીની આ આવક ઓછી થઇ હોવાનું માર્કેટના કર્મચારીઓ જણાવી રહ્યા છે.

 

 

 

 

 

Find Out More:

Related Articles: