વધુ એક રાજ્યની સરકારે વધાર્યું 31 મે સુધી લોક ડાઉન

લોક ડાઉન ને લઇને દરેક રાજ્ય મથલ માં છે કે લોક ડાઉન 4 નવા રૂપ રંગમાં કેવું હસે ત્યારે ગંભીર સંકટથી ઝઝૂમતા મહારાષ્ટ્રમાં સરકારે લોકડાઉનનો સમયગાળો 31મી મે સુધી વધારી દીધો છે. કોવિડ-19ના પ્રસારને રોકવા માટે સીએમ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારે લોકડાઉનને 31મી મે સુધી વધારી દીધું. બે દિવસ પહેલાં જ હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉન વધાર્યું હતું પરંતુ હવે આખા રાજ્ય માટે આદેશ રજૂ કરી દીધો છે.

મહારાષ્ટ્ર સરકારે રવિવારના રોજ લોકડાઉન 3.0ના છેલ્લાં દિવસે આદેશ રજૂ કરીને આ વાતની માહિતી આપી દીધી. તમામ સરકારી ઓફિસોને ગાડઇલાઇનનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. પંજાબ બાદ મહારાષ્ટ્ર બીજું રાજ્ય બન્યું છે. જ્યાં લોકડાઉનને 31મી મે સુધી વધારી દીધું છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોરોનાના લીધે 1100થી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. રાજ્યમાં કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સંખ્યા 30706 છે. જેમાં 1135 સંક્રમિતોના મોત થઇ ચૂકયા છે. એકલા મુંબઇમાં સંક્રમણના 18555 કેસ છે અને 696ના મોત થયા છે.

Find Out More:

Related Articles: