આવતી કાલે ધોરણ 10નું પરિણામ થશે જાહેર, આ વેબસાઇટ પરથી જોઇ શકાશે
ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગ દ્વારા આવતીકાલે શિક્ષણ વિભાગની વેબસાઈટ પરથી ધોરણ-10ના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકશે.
ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ વહેલી સવારે 8 વાગ્યાથી શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પરિણામ જોઈ શકાશે. હા.. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામની તારીખ જાહેર કરાઈ છે, પરિણામ પછી માર્કશીટના વિતરણની તારીખ પછી જાહેર કરાશે.
ઉલ્લેખનિય છેકે આ વર્ષે ધોરણ 10માં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તેમની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના બીજા દિવસથી દેશભરમાં કોરોના વાયરસને કારણે લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું.
ધોરણ -10 અને સંસ્કૃત પ્રથમા માર્ચ-2020 ના ઉમેદવારોના ગુણપત્રક વિતરણની તારીખ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણ ચકાસણી અને દફતર ચકાસણી વગેરે સુચનાઓ પત્ર અલગથી પ્રસિદ્ધ કરી સંબંધિત ને જાણ કરવામાં આવશે.