બ્રાહ્મણોને આર્થિક આરક્ષણ માટે આગળ આવવા કેરળના જજનું આવાહન

Shukla Hemangi
કેરળ હાઇકોર્ટના જજ વી ચિતેબરેશએ એક ભાષણમાં જાતિ આધારિત આરક્ષણ મુદ્દે બહેસ ચાલુ કરી છે. જસ્ટીસે પોતાના આ ભાષણમાં કહ્યું હતું કે પૂર્વ જન્મના કર્મના આધારે બ્રાહ્મણને બે વખત જન્મ મળે છે અને બ્રાહ્મણમાં તમામ સદ્દગુણ હોય છે. તેમણે ભાર મુક્યો કે બ્રાહ્મણોએ જાતિ અને ધર્મ અધારિત આરક્ષણ વ્યવસ્થાનો વિરોધ કરીને આર્થિક આધાર પર આરક્ષણની માંગ કરવી જોઇએ.  
 
કેરળ બ્રાહ્મણ સભા તરફથી આયોજીત એક કાર્યક્રમમાં જસ્ટીસ ચિતંબરેશએ કહ્યું હતું કે એક સંવેધાનિક પદ પર રહીને હું આર્થિક આરક્ષણ અંગે વાત કરું તે યોગ્ય નથી પણ હજી પણ એવા મંચ છે જ્યાં તમે તમારી વાત કરી શકો. આર્થિક રૂપથી પછાત લોકો માટે 10 ટકા આરક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે પણ એમણે કહ્યું કે જો એક બ્રાહ્મણ નોન ક્રીમી લેયરમાં આવે છે તો તેમને આરક્ષણ વ્યવસ્થાનો લાભ મળશે નહીં પણ જો એક લાકડાનો વેપારી જે પછાત વર્ગમાં આવતો હશે તો તેને આરક્ષણના ફાયદા ચોક્કસથી મળશે. આ જ સમય છે કે તમે બધા આગળ આવો અને પોતાનો અવાજ ઉઠાવો. 
 


Find Out More:

Related Articles: