પાકિસ્તાનમાં હિંદૂ છોકરીના મૃત્યુ અંગે શોએબે માંગ્યો ન્યાય

Hareesh
પાકિસ્તાનના લરકના વિસ્તારમાં એક હિંદૂ છોકરીના મૃત્યુ અંગે હોબાળો મચ્યો છે. આ હોબાળા વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તરે સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને ન્યાય માંગ્યો છે. શોએબે કહ્યું કે નિર્દોષ યુવાન નમ્રતાની હત્યા અંગે સાંભળ્યું, આ જાણીને ખૂબ જ દુ:ખી અને આહત થયો છું. મને આશા છે કે ન્યાય મળશે અને સાચો ગુન્હેગાર પકડાશે. મારું હૃદય દરેક પાકિસ્તાની માટે ધડકે છે ચાહે તે કોઇ પણ ધર્મનો હોય. તેમની આત્માને શાંતિ મળે.  

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના લરકાના વિસ્તારમાં બીબી આરિફા ડેન્ટલ કૉલેજમાં નમ્રતા ચંદાની નામની વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી. આ વિદ્યાર્થીનો મૃતદેહ હોસ્ટલના રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસ અને પરીવારજનોએ આત્મહત્યાની વાતને નકારી છે. યુવતીના ભાઇએ આ મુદ્દે યોગ્ય તપાસની માંગ કરી છે. આ કેસએ મીડિયા અને સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા જગાવી હતી. પાકિસ્તાની સોશિયલ મીડિયામાં જસ્ટીસ ફોર નમ્રતા નામના કેમ્પેઇન ચાલી રહ્યાં છે. પાકિસ્તાની ક્રિકેટરે આ સોશિયલ મીડિયા પર પણ આ કેમ્પેઇને સપોર્ટ કર્યો હતો.  


Find Out More:

Related Articles: